- This event has passed.
સપ્તશૃંગી માતા ના દર્શન તથા સાપુતારાની ટૂર – જુલાઇ 2022
July 8, 2022 - July 10, 2022
સર્વે સ્નેહીજનો,
આપ સૌને ગોરડીયા સમાજ વતી જય શ્રી કૃષ્ણ સાથે જણાવતા આનંદ થાય છે કે આપણા સમાજ તરફથી ૮ થી ૧૦ જુલાઇ દરમિયાન સપ્તશૃંગી માતા ના દર્શન તથા સાપુતારાની ટૂર*નું આયોજન કરવામાં આવેલ છે. આ ટૂર બે રાત્રિ ત્રણ દિવસની રહેશે.
આ ટૂર નો અંદાજીત ખર્ચ નીચે પ્રમાણે છે.
૧. ડબલ શેરિંગ…….. ૭૬૦૦/-. (વ્યક્તિ દીઠ)
૨. ત્રીપલ શેરિંગ…….૬૨૦૦/-. (વ્યક્તિ દીઠ)
૩. ફોર શેરીઞ………૫૬૦૦/-. (વ્યક્તિ દીઠ) આવે છે.
આ ટુર ખર્ચમાં સમાજ તરફથી મેમ્બર દીઠ રૂપિયા૨૦૦૦/-.(અંકે રૂપિયા બે હજાર) સબસીડી રૂપે આપવામાં આવશે. બાકીના રૂપિયા ટુર માં આવનાર મેમ્બર્સે આપવાના રહેશે. જે મેમ્બર્સ ને સબસિડીનો લાભ ના લેવો હોય તેમણે ટુર ખર્ચની સંપૂર્ણ રકમ ભરવાની રહેશે.
આ ટૂરમાં વહેલા તે પહેલા ના ધોરણે ૨૦૦ મેમ્બરસૅ નુ બુકિંગ લેવામાં આવશે. ત્યારબાદ જો શક્યતા હશે તો ગોરડીયા ની પરિણિત દીકરીઓને વહેલૉ તે પહેલૉ ના ધૉરણે લાભ આપવામાં આવશે.
સમાજના જે કોઈ સભ્યોને આ ટૂરમાં આવવાની ઈચ્છા હોય તેમણે નીચે જણાવેલ વિગત પ્રમાણે ફૉમ ભરીને તે સાથે જણાવેલા સંપર્ક સ્થળોએ ટુર ખર્ચના ના પૂરેપૂરા રૂપિયા ભરીને પોતાનું નામ નોંધાવી દેવા વિનંતી.૨૦૦ મેમ્બર્સ ના નામની નોંધણી થયા પછી વધારાના મેમ્બર્સ બુક કરવાની તથા ટૂર કાર્યક્રમમાં સમય સંજોગોને આધીન કોઈ પણ જાતનો ફેરફાર કરવા ની સંપૂર્ણ સત્તા મેનેજીંગકમિટી ની રહેશે.
આપ સૌને ખાસ જણાવવામાં આવે છે કે દરેક સભ્યોએ ૨૦૨૨-૨૩ તથા ૨૦૨૩-૨૪ (૨ વર્ષ) માટે કુટુંબ દીઠ રૂપિયા ૪૦૦/- . ભરીને પોતાનું નામ નોંધાવવાનું ફરજિયાત રહેશે. જે સભ્યોનાં નામો નોંધણી પત્રક માં હશે તેમને જ સાપૂતારા ટૂર તથા ભવિષ્યમાં થનારા પ્રોગ્રામ /કાર્યક્રમનો લાભ મળશે. જુના મેમ્બર્સ ની યાદી કેન્સલ કરવામાં આવશે.
ખાસ નોંધ: મેમ્બર્સ ના સંતાનો જો અલગ રહેતા હશે તો તેમણે અલગથી પોતાનું નું નામ નોંધાવવાનું ફરજિયાત રહેશે .
🙏યોગદાન માટેની અપીલ🙏
સમાજના દરેક સભ્યોને જણાવવાનું કે આપણે સમાજ તરફથી જે સબસીડી રૂપે ૨૦૦૦/- રૂપિયા ભોગવી રહ્યા છીએ તે સમાજને મળતા ફિક્સ ડિપોઝીટ ના વ્યાજ કરતા ઘણું વધારે છે. જેથી કરીને આપ સૌ માનનીય યોગ દાતાઓને આપણા તરફથી બની શકે તેટલુ વધારેમાં વધારે યોગદાન આપવા માટે નમ્ર અપીલ કરવામાં આવે છે.